પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2025 : ખેડૂતો માટે સુરક્ષાનું એક વિશ્વસનીય આવરણ

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2025 : ખેડૂતો માટે સુરક્ષાનું એક વિશ્વસનીય આવરણ

ગુજરાતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2025 — Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરો, પાત્રતા, લાભ અને પ્રિમિયમ દર જાણો.

આપણો ભારત દેશ એ ખેતીપ્રધાન દેશ છે. જેમાં મોટાભાગ ની આવક અને ઉપજ ખેતી પર આધાર રાખે છે માટે ખેતી આપણા દેશની આર્થિક અને સામાજિક રચનાનું મુખ્ય આધાર છે. પરંતુ કુદરતી આપત્તિઓ, અનિયમિત વરસાદ, સુકા કે અતિ વરસાદ જેવા પરિબળો ખેડૂતોને ઘણીવાર આર્થિક નુકસાન પહોંચાડે છે. આવા જોખમો સામે ખેડૂતોને સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ યોજના સફળતાપૂર્વક અમલમાં છે અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે.

 

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) નો ઉદ્દેશ્ય :

  • આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે કુદરતી આપત્તિ, રોગચાળો કે જીવાતના હુમલાને કારણે પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને વીમા રક્ષણ આપવામાં આવે.
  • આ યોજનાથી ખેડૂત એ કરેલ ખર્ચ સામે વળતર મળતું હોવાથી ખેડૂત ફરીથી પગભર થવા સક્ષમ બને.
  • પાક નુકસાનથી થતાં આર્થિક જોખમ સામે રક્ષણ.
  • ખેતીમાં સતત રોકાણ કરવા પ્રોત્સાહન.
  • આધુનિક અને ટેકનિકલ ખેતી માટે વિશ્વાસનું વાતાવરણ.
  • કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા અને ખેડૂતનો આર્થિક વિકાસ.

 

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) ના પાત્રતા ધોરણ :

  • જે ખેડૂતો ખેતી માટે જમીન ધરાવે છે અથવા ભાગે પડતી  ખેતી કરે છે, તેઓ આ યોજના માટે લાભપાત્ર છે.
  • જો ખેડૂત બેંક લોન લે છે, તો વીમા આપોઆપ બેંક દ્વારા લેવામાં આવે છે (compulsory coverage).
  • જો ખેડૂત દ્વારા કોઈ બેંક લોન ના લીધેલી હોય તો ખેડૂતોએ સ્વેચ્છાએ આ યોજના હેઠળ અરજી કરવી પડે છે.

 

આ PMFBY યોજનામાં મળતી સહાય :

  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને ખૂબ જ નીચા પ્રિમિયમ દરે વીમા સુરક્ષા રક્ષણ આપવામાં આવે છે:
  • ખરીફ પાક માટે: ખેડૂત ફક્ત પાકની કુલ કિંમતનો 2% પ્રિમિયમ ની રકમ ચૂકવે છે.
  • રવિ પાક માટે: ખેડૂત ફક્ત 1.5% પ્રિમિયમ ની રકમ આપે છે.
  • રોકડિયા પાકો (જેમ કે કપાસ, શેરડી વગેરે): ફક્ત 5% પ્રિમિયમ ચૂકવવાનું રહે છે.
  • બાકીના વીમા પ્રિમિયમ ની રકમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ચૂકવે છે.
  • આ રીતે ખેડૂતને ઓછા ખર્ચે મોટા જોખમ સામે વીમા રક્ષણ મળે છે.

જો કોઈ અણધાર્યા પરિસ્થિતિઓમાં પાક નષ્ટ થાય, તો આ યોજના અંતર્ગત ખેડૂતને નુકસાનની ભરપાઈ તરીકે વીમા કંપની દ્વારા વીમા રકમ સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ઓનલાઈન આધારિત છે.

 

અરજી કરવાની પ્રક્રિયા :

યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને Ikhedut Portal (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.

અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

1. ખેડૂત પાસે જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો હોવી આવશ્યક છે.

2. Ikhedut Portal પર જઈને “પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” વિકલ્પ પસંદ કરો.

3. જરૂરી વિગતો ભરીને અને દસ્તાવેજો અપલોડ કર્યા બાદ અરજી સબમિટ કરો.

4. અરજીની પુષ્ટિ માટે રસીદ મેળવવી જરૂરી છે.

5. વીમા પ્રિમિયમ બેંક મારફતે અથવા ઓનલાઇન ચુકવવાથી પ્રક્રિયા પૂર્ણ થાય છે.

 

સમયમર્યાદા અંદર અરજી કરવી ખૂબ જ અગત્યની છે, કારણ કે મોડું થવાથી તે સીઝન માટે વીમાનો લાભ મળતો નથી.

 

યોજનાની દેખરેખ અને અમલીકરણ :

  • આ યોજનાનું અમલીકરણ રાજ્ય સ્તરે SLCCCI (State Level Crop Coordination Committee) દ્વારા કરવામાં આવે છે. આ સમિતિ કેન્દ્રીય સરકારની માર્ગદર્શિકા અનુસાર વીમા કંપનીઓ અને કૃષિ વિભાગ વચ્ચે સુમેળ રાખે છે.
  • તેઓ પાકના પ્રકાર, વિસ્તાર અને સમયગાળા મુજબ જોખમના આકલન માટે ટેક્નોલોજી આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ઉપગ્રહ સર્વે, મોબાઇલ એપ્સ અને ડિજિટલ રિપોર્ટિંગ સિસ્ટમ મારફતે પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

 

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના લાભો :

  • ખેડૂતોને કુદરતી જોખમ સામે આર્થિક સુરક્ષા મળે છે.
  • ઓછા પ્રિમિયમમાં ઉચ્ચ વીમા કવરેજ.
  • પાક નષ્ટ થાય તો વીમા રકમ સીધા બેંક ખાતામાં.
  • ઓનલાઈન પ્રક્રિયા હોવાથી પારદર્શક અને ઝડપી સેવા.
  • ખેતીમાં વિશ્વાસ અને સ્થિરતા જાળવવામાં મદદરૂપ.

 

સારાંશ :

“પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના” ખેડૂતો માટે એક જીવનરક્ષક યોજના છે. વરસાદ, સુકા કે જીવાતના હુમલાથી થયેલા પાકના નુકસાનની સ્થિતિમાં આ યોજના ખેડૂતને નવી શરૂઆત કરવાની હિંમત આપે છે. ગુજરાત સરકારે Ikhedut Portal  મારફતે આ યોજનાને સરળ બનાવી છે જેથી દરેક ખેડૂત ઘરમાં બેઠા અરજી કરી શકે.

ખેડૂત મિત્રો માટે સંદેશ એ છે કે — તમારો પાક તમારું જીવન છે, અને આ યોજના તેની સુરક્ષા છે.

આથી, દરેક ખેડૂતને આ યોજનાનો લાભ જરૂર લેવો જોઈએ જેથી કુદરતી જોખમ સામે આર્થિક રીતે મજબૂત બની શકાય.

Leave a Comment