મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના – દીકરીના ભવિષ્ય માટે રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના એ રાજ્યની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે. “દિકરી બચાવો, દિકરી ભણાવો” અભિયાનને વધુ મજબૂત બનાવવાનું મુખ્ય લક્ષ્ય ધરાવતી આ યોજના ખાસ કરીને બાંધકામ શ્રમિકોના પરિવાર માટે લાભદાયી સાબિત થઈ રહી છે. આવો જાણીએ, આ યોજનાની સંપૂર્ણ માહિતી, લાભ અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર.
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય :
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ દીકરીના જન્મ સમયે આર્થિક સહાય આપીને તેના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યને સુરક્ષિત બનાવવાનો છે. ગરીબ અને શ્રમિક વર્ગના પરિવારોમાં દીકરીના જન્મને આનંદરૂપ બનાવી, સમાજમાં દીકરી પ્રત્યેની સકારાત્મક અભિગમ ઊભો કરવો એ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કામ કરતા નોંધાયેલા શ્રમિકો પોતાની દીકરીના જન્મ સમયે આર્થિક સહાય મેળવી શકે છે, જે પછી ભવિષ્યમાં દીકરીના અભ્યાસ અને લગ્ન સમયે ઉપયોગી થાય છે.
યોજના ના લાભ માટે પાત્રતા ધોરણ :
આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા જરૂરી છે:
- અરજદાર નોંધાયેલ બાંધકામ શ્રમિક હોવો જોઈએ.
- દીકરીનો જન્મ અરજદારના કુટુંબમાં થેલો હોવો જોઈએ.
- શ્રમિકનો બાંધકામ ક્ષેત્રનો કામકાજ યોજના લાગુ થતી તારીખ સુધી ચાલુ હોવો જોઈએ.
- અરજદાર શ્રમિક રાજ્ય બાંધકામ અને અન્ય બાંધકામ કર્મચારી કલ્યાણ બોર્ડ સાથે નોંધાયેલ હોવો આવશ્યક છે.
- આ ધોરણોનું પાલન કરતા શ્રમિકો આ યોજનાનો સીધો લાભ મેળવી શકે છે.
યોજનામાં મળતી સહાય :
આ યોજના હેઠળ દીકરીના જન્મ સમયે શ્રમિક પરિવારને ₹10,000 ની સહાય (એક વારની ફિક્સ્ડ ડિપોઝિટ {FD} રૂપે) આપવામાં આવતી હતી જેમાં ₹15,000 નો વધારો કરીને કુલ ₹25,000 કરવામાં આવેલ છે. આ રકમ દીકરીના ભવિષ્ય માટે બચાવવામાં આવે છે અને તે રકમ દીકરી ની ઉંમર 18 વર્ષ થયા બાદ પરિપક્વ થાય છે.
દીકરીના લગ્ન સમયે (જો તે 18 વર્ષની ઉમરે લગ્ન કરે) ત્યારે ₹2,000 ની વધારાની રકમ સહાયરૂપ આપવામાં આવે છે.
યોજનાના લાભો :
1. દીકરીના ભવિષ્ય માટે સુરક્ષા: આ બોન્ડ દીકરીના અભ્યાસ અને લગ્ન સમયે ઉપયોગી બને છે, જે પરિવારની આર્થિક ચિંતા ઘટાડે છે.
2. શિક્ષણને પ્રોત્સાહન: દીકરીને ભણાવવાનું પ્રોત્સાહન મળે છે કારણ કે સરકાર તરફથી સતત આર્થિક સહાય મળે છે.
3. સામાજિક જાગૃતિ: “દિકરી બચાવો, દિકરી ભણાવો” સંદેશા સાથે સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિ ફેલાય છે.
4. શ્રમિક પરિવારો માટે સહાય: બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો માટે આ યોજના ખાસ ઉપયોગી છે, કારણ કે તેમની આવક મર્યાદિત હોય છે.
અરજદારે અરજી સાથે રજુ કરવાના થતા આધાર પુરાવાઓ :
1. બાંધકામ શ્રમિકના ઓળખકાર્ડ ની નકલ
2. જન્મ ના પ્રમાણપત્ર ની નકલ
3. લાભાર્થી ના આધારકાર્ડ ની નકલ
4. બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ
5. બેંક ની પાસબુક માં પ્રથમ પેજ ની નકલ
6. રેશનકાર્ડ ની નકલ
7. નમૂના મુજબ નું સોગંદનામુ
ધ્યાન માં રાખવા જેવા ખાસ નિયમો :
- દીકરી ના જન્મથી ૧૨ માસમાં અરજી કરવાની રહેશે.
- પ્રથમ બે પ્રસૂતિની મર્યાદામાં એક જ દીકરીને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી યોજના નો લાભ આપવામાં આવશે.
યોજના નો લાભ આપવા માટે ની કાર્યપદ્ધતિ :
- જો અરજદાર શ્રી દ્વારા ફોર્મ ભરીને સબમિટ કર્યું હોય, તો જિલ્લા પ્રોજેકટ મેનેજર તેને ઓનલાઈન સબમિટ કરશે.
- તે પછી જિલ્લા નિરીક્ષક દ્વારા મંજૂર કરવામાં આવશે.
- પછી તે વડી કચેરીના રાજ્ય પ્રોજેકટ મેનેજરને સબમિટ કરવામાં આવશે.
- તે પછી વડી કચેરીના સરકારી શ્રમ અધિકારીશ્રી અને ત્યારબાદ સભ્ય સચિવશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે.
- અરજીની મંજૂરી પછી મુખ્ય મંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ કામદારોને હાથોહાથ આપવામાં આવશે.
અરજી કરવાની પ્રક્રિયા :
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર નીચે મુજબની પ્રક્રિયા અનુસરી શકે છે:
1. પ્રથમ https://bocwwb.gujarat.gov.in/schemes-guj.htm વેબસાઇટ પર જવું.
2. “મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના” પસંદ કરો.
3. ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરો અથવા સીધી ઓનલાઈન અરજી કરો.
4. જરૂરી દસ્તાવેજો ઉપર જણાવ્યા એ મુજબ જોડો.
5. અરજી ફોર્મ સંબંધિત કચેરીમાં જમા કરો અથવા ઓનલાઈન સબમિટ કરો.
અરજી પ્રક્રિયા સરળ અને પારદર્શક છે. યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કર્યા બાદ સહાયની રકમ લાભાર્થીના ખાતામાં જમા થાય છે.
આ યોજના કેમ મહત્વપૂર્ણ છે ?
ગુજરાત સરકારની આ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી નથી, પરંતુ સમાજમાં દીકરી પ્રત્યેના વલણમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે દીકરીનો જન્મ આનંદ અને ગૌરવની બાબત બને, એ માટે આ યોજના પ્રેરણારૂપ છે.
યોજનાની મદદથી હજારો પરિવારોને દીકરીના શિક્ષણ માટે આર્થિક મદદ મળી છે. દીકરીઓને શિક્ષણમાં આગળ વધારવા માટે માતા-પિતા ઉત્સાહિત થાય છે.
અંતિમ શબ્દ :
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના એ ગરીબ અને શ્રમિક વર્ગની દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે. જો તમે બાંધકામ ક્ષેત્રના નોંધાયેલ શ્રમિક છો અને તમારી દીકરીનો જન્મ થયો છે, તો જરૂર આ યોજનાનો લાભ લો.
દીકરીનો જન્મ હવે ભાર નહીં, પરંતુ ગૌરવ છે – અને આ યોજના એ જ સંદેશ આપે છે.